Dhruvik gondaliya Bhavngar : ભાવનગર જિલ્લો અને તળાજા તાલુકામાં આવેલા હબુકવડ ગામમાં 20 એપ્રિલે 1962ના દિવસે જન્મેલા અને આજે ગુજરાતી ફિલ્મોમાં લેખક, કવિ, દિગ્દર્શક, ફિલ્મ પ્રોડ્યૂસર જેવા મલ્ટી ટાસ્કીંગ માટે જાણીતા જશવંત ગાંગાણીની. સફળતાના આ શિખરો સુધી જશવંતભાઇ એમનેમ પહોંચ્યા નથી. તેમણે હીરા પણ ઘસ્યા, ગામમાં ગાય ભેશો પણ ચરાવી, હીરાના કારખાના 3 વખત ચલાવ્યા અને નુકશાની જતા બંધ કર્યા. તેમણે હીરા ઘસવાનું કામ તો કર્યું પરંતુ તેમની અંદરનો કલાકાર જીવડો ઉછાળા મારતો હતો.
કદાચ ઇશ્વરે તેમને કવિતા રચવાની અને લેખન કરવાની ભેટ આપી હતી.સંજોગો તેમની કલાને આગળ વધતા અટકાવી રહ્યા હતા, પરંતુ સમાજના તાણાં વાણા અને સંજોગોના બંધન ભેદીને જશવંત ગાંગાણી એ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને લખવાનું શરૂ કર્યું અને આજે ગુજરાતી ચલ ચિત્ર જગતમાં એવું જાણીતું નામ કે કોઈ પણ ગુજરાતીને તેના નામનો ગર્વ છે. અફકોર્સ, તેમની આ સફળતાની જર્નીમાં નાનાભાઇ રાજ ગાંગાણી ડગલેને પગલે સાથે રહ્યા, મોટાભાઇને ક્યારેય અટકવા ન દીધા.
તો અમે તમને જશવંત ગાંગણીની ગામમાં ભણવાથી માંડીને, હીરા ઘસવા અને ઢોલીવુડમાં નામના કમાવવાની માંડીને વાત કરીશું. જશવંત ગાંગણીની આગામી દિવસોમાં એક ફિલ્મ આવી રહી છે, ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ જશવંત ગાંગાણી ભાવનગરના હબુકવડ ગામમાં પ્રાથમિક શાળામાં 4 ચોપડી ભણ્યા હતા. એ એવો સમય હતો જ્યારે તેમના પરિવારની આર્થિક હાલત એટલી સારી નહોતી. એવામાં જશવંતભાઇની ઉંમર 10 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારમાં 3 ભાઇઓ અને 3 બહેનો જેમાં જશવંતભાઇ સૌથી મોટા.
1989માં ફિલ્મ પ્રોડ્યુસર નારસીંગ ચૌહાણે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમાં સ્ટોરી અને ગીતો લખવાનો મને બ્રેક આપ્યો જે મારી પહેલી ફિલ્મ લેખક તરીકે હતી ‘વીર બાવાવાળો’ એ પછી તો ‘મહેંદી લીલી ને રંગ રાતો’, ‘ભાદરને કાંઠે’, ‘પરભવની પ્રીત’ આવી તો અનેક ફિલ્મોની યાદી લંબાતી ગઇ. જશવંત ગાંગાણીએ અત્યાર સુધીમા અનેક ફિલ્મોની સ્ટોરી અને ગીતો લખ્યા છે. જેમાંથી મોટા ભાગની ફિલ્મો સફળ રહી. આખરે 1998માં પોતાની કંપની “ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન”ની સ્થાપના કરી અને તે બેનર હેઠળ પહેલી ફિલ્મ 1999માં બની જેનું નામ હતું “મન સાયબાની મેડીએ”
આખરે 1998માં પોતાની કંપની “ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન”ની સ્થાપના કરી અને તે બેનર હેઠળ પહેલી ફિલ્મ 1999માં બની જેનું નામ હતું “મન સાયબાની મેડીએ” જે સુપર ડુપર હિટ સાબિત થઈ જેમાં હીરો તરીકે નરેશ કનોડિયા અને રોમાં માણેક હતા. અને ત્યાર પછી જશવંત ગાંગાણીએ પ્રોડ્યુસર ડાયરેક્ટ તરીકે “મૈયરમાં મનડું નથી લાગતું” ફિલ્મ આપીને દરેક ગુજરાતી લોકોને એવું તો ઘેલું લગાડ્યું કે આ ફિલ્મ એ જશવંત ગાંગાણીને અમર કરી દીધા.
એ પછી તો એક પછી એક “માંડવડા રોપાવો માંણારાજ”, “મેતો પાલવડે બાંધી પ્રીત”, મૈયર માં મનડું નથી લાગતું – પાર્ટ ૨” અને “મારા રુદિયે રંગાણા તમે સાજણા” જેવી અનેક ભાવ લક્ષી સુમધુર સંગીતમય પારિવારિક યાદગાર ફિલ્મો આપી. વર્ષ 2014માં બોલીવુડમાં જંપલાવ્યું અને એક હિંદી ફિલ્મ પણ બનાવેલી જેનું નામ હતું ‘બેજૂબાં ઇશ્ક’, આ ફિલ્મમાં દર્શન જરીવાળા, નિશાંત મલકાની, સ્નેહા ઉલ્લાલ અને મુગ્ધા ગોડસે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેનાં ગીતો “તેરી માસૂમિયત ને હમે બંઝારા બનાદિયા…” મ્યુઝીક આજ પણ ધૂમ મચાવે છે… આમ જુવોતો છેલ્લાં 10 વર્ષમાં 300 જેટલી ગુજરાતી ફિલ્મો બની છે. જશવંત ગાંગાણી એ કહ્યું કે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોએ સમાજ પર સારી છાપ છોડી હતી..