નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે દેવદિવાળીએ જ કરૂણ ઘટના સામે આવી છે. જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે એક પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની ઇન્સાઇડ સ્ટોરી જાણીને આંચકો લાગે તેવી હકિકતો સામે આવી રહી છે. જોકે, આ આપઘાત કરનાર યુગલ 35વર્ષની ઉંમરનું જ હતું જેથી તેમના બાળકો નિરાધાર થઈ ગયા છે.