Dhruvik gondaliya Bhavngar : બોલીવુડમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેવો મૂળ ગુજરાતના હોય. આવા કલાકારો પહેલા ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને ત્યાર પછી તેઓ બોલીવુડમાં પોતાની કલાના ઓજસ પાથરી રહ્યા છે. આજે તમને આવા જ એક ગુજરાતી અભિનેત્રી વિશે જણાવીએ જે બોલીવુડની સદાબહાર અભિનેત્રી બની ચૂકી છેઆ અભિનેત્રી છે આશા પારેખ. આશા પારેખની કર્મભૂમિ તો મુંબઈ છે પરંતુ તેની જન્મભૂમિ ગુજરાત છે. તેમણે અભિનયની શરૂઆત પણ ગુજરાતી ફિલ્મોથી કરી.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, \"દાદાસાહેબ ફાળકે સમિતિ જેમાં આશા ભોસલે, હેમા માલિની, ઉદિત નારાયણ, પૂનમ ધિલ્લોન અને ટીએસ નાગભરનનો સમાવેશ થાય છે. આ કમિટીએ 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આશા પારેખને આ એવોર્ડ આપવા આવ્યો હતો આશા પારેખને 2020ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આશા પારેખે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ ઈન્ડસ્ટ્રીના લોકો તેને બેબી આશા પારેખના નામથી ઓળખતા હતા. સિનેમા જગતમાં તેની સફર ઘણી લાંબી રહી છે. આશાનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક બિમલ રોયે તેમને કાર્યક્રમમાં ડાન્સ કરતા જોયા અને તેણીને તેમની ફિલ્મ મા (1952) માં ભૂમિકા ઓફર કરી. એ સમયે આશા માત્ર 10 વર્ષની હતી.