ભાવનગરમાં (Bhavnagar) ગર્વ થાય તેવો એક નવતર પ્રયોગ થઇ રહ્યો છે. ગુજરાતમાં પહેલીવાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇકો બ્રિક પાર્ક (Eco Brick park) બનાવવામાં આવી રહ્યો છે. એક મહિનામાં સફાઇ કામદારો અને નગરજનોએ ભેગામળીને આશરે 30 હજાર જેટલી ઈકો બ્રિક તૈયાર કરવામાં આવી છે. શહેરના અકવાડા લેક પાસેની ફાઝલ જમીનમાં ઇકો પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. સોડા, ફીનાઈલ જેવી પ્લાસ્ટિકની બોટલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો (Single use plastic) ઉપયોગ કરીને પાર્ક બનાવવાનો શરૂ થયો છે. આ ઇકો બ્રિક પાર્ક બનાવવા માટે ડૉ. તેજસ દોશી આગળ આવ્યા છે.
ત્યારે આપણા બધાના મનમાં એક પ્રશ્ન થાય કે, ઇકો બ્રિક્ટ લે શું? આ બ્રિક એટલે એક પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં પ્લાસ્ટિકની નોન રિસાયકલેબલ થેલીઓ ભરીને બનાવવામાં આવે છે. ઈકો બ્રિકનાં લીધે એક નાની બોટલમાં અનેક ચોરસ ફૂટનું પ્લાસ્ટિક ભરી શકાય છે. જેના કારણે, જમીન, હવા અને પાણીનું પ્રદૂષણ પણ અટકે છે. આ ઈકો બ્રિક દ્વારા અત્યારે એક ટ્રી ગાર્ડન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
પ્લાસ્ટિકની બોટલનો ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ બોટલો મારફત વૃક્ષને ફરતું ચક્ર બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ અહિંના રસ્તાઓ બનાવવામાં પણ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એક્યુપ્રેશર થેરાપી તરીકે પણ લાભદાયી નિવડશે. ઇકો બ્રિક્સ પાર્કમાં માત્ર પ્લાસ્ટિકની સોડા, ફીનાઇલ તેમજ એસિડની વપરાયેલી બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યમાં ડૉ તેજસ દોશી અને મહાનગરપાલિકાએ આવી એકત્ર કરેલી બોટલોમાં પ્લાસ્ટિકનાં ઝબલા, દૂધની કોથળી જેવાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને ભરવામાં આવે છે. તેની ઘટ આવે તો તો તેમાં રેતી ભરીને તેમાંથી વૃક્ષ ફરતા ચક્ર અને ચાલવાનો પથ બનાવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાર્કનું કામ કમિશનર અને એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.