નીતિન ગોહિલ, ભાવનગરઃ ભાવગનરના (bhavnagar) બજારમાં આજે રવિવારે ખૂની ખેલ ખેલાયો હતો. અહીં એક યુવકની તીક્ષ્ણ હથિયારો વડે મોતને ઘાટ (boy murder) ઉતારવામાં આવ્યો હતો. જન્મદિવસના દિવસે (birthday) જ યુવકની હત્યા થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો (police team) ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરતા યુવકનું નામ ગોપાલ રાઠોડ જાણવા મળ્યું હતું.
ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે ભાવનગરની મેઈન બજારમાં યુવાનની હથિયારનાં ઘા જીકી હત્યા કરાતા મેઈન બજારમાં સોપો પડી જવા પામ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ નામના યુવાનની શહેરની મેઈન બજાર, હિંમતભાઈ પુરીશાકવાળા ખાંચામાં કોઈ અજાણ્યા શખ્સો હથિયારો સાથે ઘસી આવી ગોપાલની ઉપર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી.