ભાવનગરઃ ભાવનગર - ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અમદાવાદના વિરાટનગરનો પરિવાર પાલિતાણાથી દર્શન કરીને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના બાળક, પુરુષ, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી.