જેઓના નામ પરથી ‘ભૃગુકચ્છ’ કે ‘ભરૂચ નામ પડ્યું તે ભૃગુઋષિએ ભગવાન વિશ્વકર્માના મામા થાય છે. લક્ષ્મીજીના શ્રીનગર એવા ભરૂચને વસાવનાર ભૃગુ ઋષિની આખ્યાયિકા ભાગવતમાં આ પ્રમાણે છે. ભગવાન રૂદ્રે એક મોટો યજ્ઞ કર્યો હતો. બ્રહ્મા આ યજ્ઞમાં આહૂતિ આપવા આવ્યા હતા. એ વખતે સૌંદર્યવતી દેવકન્યાઓને જોઈને બ્રહ્માનું વીર્ય સ્ખલિત થઈ ગયું હતું.
દુનિયામાં સૌથી બીજા પ્રાચીન નગરમાં બીજા સ્થાને આવે છે.હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિકથી લઈ ઔદ્યોગિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં આજે પણ ઝળહળતી રાખી છે. નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કાચબાની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભરૂચ વસાવ્યુ હતુ. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરવામાં આવ્યો છે.
સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ, ડચ, મોધલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા. નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી. વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી. જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી.
ભરૂચને 8000 વર્ષોમાં 13 ઐતિહાસિક નામ મળ્યા છે. શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા, બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ. ભરૂચના જાણીતા સ્થળોમાં ઐતિહાસિક કોટ, ગોલ્ડન બ્રિજ, સોનાનો પત્થર, વિકટોરીયા ટાવર, કબીરવડ, સેવાશ્રમ, ભૃગુઋષિ મંદિર, અગિયારી, જુમ્મા મસ્જિદ, ચદરવાલે સાહેબ ગુરૂદ્વારા, ફુરજાબંદર, ભાગાકોટનો ઓવારો, ભારતનું સૌપ્રથમ ભકતામાર મંદિર, ઝુલેલાલ મંદિર, ડેવિડ વેડર બર્નની કબરનો સમાવેશ કરવામાં આવે છે. તો ભરૂચની જાણીતી ચીજવસ્તુઓમાં સુજની, ખારી સિંગ, હિલ્સા માછલીનો સમાવેશ થાય છે.