સાનુકૂળ જમીનમાં 10 મીટર x 5 મીટર x 2 ફૂટ ઊંડો ખાડો બનાવી 100 થી 150 માઈક્રોન જાડાઈના એલ.ડી.પી.ઈ. પ્લાસ્ટિકને ખાડામાં તથા તેની અંદરની ચારે બાજુની દીવાલ પર તથા પાળની ઉપરની બાજુએ વ્યવસ્થિત રીતે પાથરી ઉપજાઉ માટીને ખાડામાં પ્લાસ્ટિક ઉપર લગભગ 1 ફૂટ સુધી પાથરી દેવી. તેના ઉપર સપ્રમાણમાં છાણની રબડીનું પાતળું થર બનાવી ખાડાને આશરે 5 થી 15 સે.મી. જેટલો પાણીથી ભરવામાં આવે છે.