ભરૂચઃ એક તરફ ટાઉતે વાવાઝોડાના (tauktae cyclone) ગુજરાતે (Gujarat) ભયાવહ દ્રશ્યો જોયા છે જ્યારે બીજી તરફ ટાઉતે વાવાઝોડાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના (bharuch) હાંસોટ તાલુકાના (hansot) કંટીંયાજળ ગામે (Kantiyajal village) અસરગ્રસ્ત નવદંપતીને પ્રભુતામાં (couple marriage) પગલાં પાડવામા મદદ કરનાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ અનોખી માનવતાનો દાખલો બેસાડ્યો છે. ટાઉતે વાવાઝોડાની દહેશત વચ્ચે તાલુકાના પાંચ ગામો અને આલિયાબેટના 600 જેટલા અસરગ્રસ્તોને ગામની શાળાઓમાં ખસેડ્યાની કામગીરી કરી હતી. પરંતુ આ વચ્ચે એક અચંબિત ઘટના બની હતી. ગઈકાલે કંટીયાજાળના શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા, જ્યાં એક અસરગ્રસ્ત પરિવાર પોતાનાં ઘરે પરત જતું રહ્યું હતું.
અહી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની હાજરીમાં નવ દંપતી હાંસોટ તાલુકાનાં કંટ્યાજાળના રહેવાસી રેખાબેન નરસિંહ ભાઈ રાઠોડ અને ઓલપાડ, સરોલીના રહેવાસી નિલેશભાઈ રતિલાલ રાઠોડના લગ્ન કરાવ્યા હતા. જાહેરનામા મુજબ ગાઇડલાઇનનું પાલન કરાવી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા. આમ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.