Home » photogallery » bharuch » રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં સોનિયા ગાંધીના સસરા ફિરોઝ ગાંધીના પરિવારની મિલકત મળી આવી છે ત્યારે આ મિલકત સ્મારક બને તેવી માંગ ઉઠી છે. (જય વ્યાસ, ભરૂચ)

विज्ञापन

  • 17

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    ચૂંટણીના માહોલ વચ્ચે સોનિયા ગાંધી કે પ્રિયંકા - રાહુલ પોતે ગુજરાતી હોવાનું કહે તો ચોંકશો નહિ. જી હા ગાંધી પરિવારને લગતી એક મોટી હકીકત ગુજરાતમાં સામે આવી છે. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં સોનિયા ગાંધીના સસરા ફિરોઝ ગાંધીના પરિવારની મિલકત મળી આવી છે. આ મિલકત સ્મારક બને તેવી પણ માંગ ઉઠી છે.

    MORE
    GALLERIES

  • 27

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    યુ.પી.એ.નાં ચેરપર્સન સોનિયા ગાંધી ઇટલીના હોવાના કારણે વિદેશી શાશક હોવાના મામલે અનેકવાર વિવાદો અને કટાક્ષોનો સામનો કરી ચુક્યા છે. બીજી બાજુ સામી ચૂંટણીએ કોંગ્રેસ માટે આ કટાક્ષોનો વળતો જવાબ આપવા મજબૂત હકીકત હાથ લાગી છે. સોનિયા ગાંધી ગુજરાતીના પુત્રવધૂ હોવાની વિગતો મળી રહી છે. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દોઢસો વર્ષ જૂની એક મિલકત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના વડવાઓની હોવાની હકીકત સામે આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    સ્થાનિક પારસીઓએ મિલકતની તપાસ અને અગિયારીના સંરક્ષણ માટે આ મિલકત ખરીદી લઇ અભ્યાસ શરુ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 47

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    વડવાઓની વાતોના આધારે આ મિલકત ફિરોઝ ગાંધીના પરિવારની હોવાનું બહાર આવતા દસ્તાવેજોની શોધખોળ શરુ કરાઈ છે.

    MORE
    GALLERIES

  • 57

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં સોનિયા ગાંધીના સસરા ફિરોઝ ગાંધીના પરિવારની મિલકત મળી આવી છે

    MORE
    GALLERIES

  • 67

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    સ્થાનિક આગેવાન, મોઝમ બોમ્બેવાલાનાં સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, 'ફિરોઝ ગાંધી એક પારસી હતા. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓએ વેપારી વડું મથક તરીકે ભરૂચની પસંદગી કરતા મોટી સંખ્યામાં પારસીઓ ભરૂચમાં વસ્યા હતા જેમાં ફિરોઝ ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. જેતે સમયે પાલિકા અને સીટીસર્વે કચેરીઓ અસ્તિત્વમાં ન હોવાથી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી પરંતુ પારસી સજ્જનોની વાયકા અને અંગ્રેજ સાશનના દસ્તાવેજમાં ગાંધી પરિવારના ઉલ્લેખના આધારે આ હકીકત સ્વીકારવામાં આવી છે.'

    MORE
    GALLERIES

  • 77

    રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં દાદાનું ઘર છે ભરૂચમાં, મળ્યાં પુરાવા

    ભરૂચનાં વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, 'ભારતની આઝાદીની લડતના લડવૈયા એવા ગાંધી પરિવારના ફિરોઝ ગાંધી ભરૂચના હોવાના પુરાવા મળ્યા છે અને બાકીનાં પુરાવા માટે પણ સરકાર મદદ કરી રહી છે. ફિરોઝ ગાંધી ભરૂચના હતા ત્યારે એ બાબતે સ્પષ્ટતા થવી જોઈએ કે પુરાવા સહીત જાહેર કરવામાં આવે કે તેઓ અહીના હતા અહી તેમની અહીં મિલકત છે.'

    MORE
    GALLERIES