નદીના વહેણ વિસ્તારનો તટ સાંકળો થવાના કારણે ફ્લેમીંગો ધીરે -ધીરે સ્થળ આગળ વધારી રહ્યા છે. જ્યારે પાનોલી જીઆઇડીસીમાં વધુ સંખ્યા માઈગ્રેટ બતકો જોવા મળે છે. ભરણ ગામ ખાતે આ ઉપરાંત ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલ ડક, સ્પૂન બીલ્ડ ડક, પેલિકેન સહીત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવીને વસવાટ કરી રહ્યા છે.
માઈગ્રેટ પક્ષીઓ ઘણા જ સેન્સિટિવ હોય છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ છે. જેમાં પાનોલી GIDCના તળાવમાં હજારો સંખ્યામાં માઈગ્રેટ પક્ષીઓ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી આવી રહ્યા છે. પોતાના માફક વાતાવરણ નહીં મળે તો તેવો અન્યત્ર ખસી જતા હોય છે. ત્યારે જિલ્લામાં વિદેશી યાયાવર પક્ષીઓની હયાતી જોવા મળી રહી છે. જે ખરેખર ભરૂચ જિલ્લા માટે આવકારદાયક બાબત છે.
હવા પ્રદૂષણનો AQI એર કવોલિટી ઈન્ટેકક્ષ અનુકૂળ ન હોવા છતા પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા પર્યાવરણપ્રેમીઓમાં અચજ પામ્યા છે. હજારો માઈલ દુરથી ઉડીંને આવતા અવનવા પક્ષીઓને અનેરું સુરક્ષિત વાતાવરણ મળતા અનેક પ્રકારની પક્ષીઓની જાતને જાણવા અને માણવા માટે જિલ્લાના નાગરિકો માટે ધરઆંગણે અનોખો અવસર આવ્યો છે.અલગ- અલગ પક્ષીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે