આ આઈસ ડિશ ગોલાની પાંચ શાખા, જેમાં તુલસીધામ, કસક સર્કલ, લિંક રોડ પર એચડીએફસી બેંકની પાસે જ્યારે જંબુસર બાયપાસ રોડ પર તેમજ પાંચબત્તી સર્કલ નજીક તકદીર આઈસ ડીશ ગોલાની શોપ આવેલી છે. આ પાંચેય શોપ બપોરના 12 કલાકથી રાત્રિના 11.30 કલાક સુધી ખુલી રહી છે. ફૈઝલભાઈની પાંચેય ગોલાની શાખામાં 17 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ સાથે આઈસ ગોલાની દુકાનમાં તેઓના ચાર ભાઈઓ અને ભત્રીજાઓ પણ સેવા આપી રહ્યા છે.
ફૈઝલ સ્ટીક ગોલા 30 રૂપિયાથી 50 વચ્ચે, પ્લેન આઈસ ડીશ 40 રૂપિયાથી 80 વચ્ચે, ડ્રાય ફ્રૂટ આઈસ ડીશમાં 100 રૂપિયાથી 120 રૂપિયા વચ્ચે, સ્પેશિયલ આઈસ ડીશ કિંમત 150 રૂપિયાથી 180, માવા મલાય ડ્રાય ફ્રૂટ આઈસ ડીશ 120 રૂપિયામાં વેચાણ કરે છે. ફૈઝલ બુર્જ ખલીફા બિગેસ્ટ ટાવર 24 ઇંચ 16 લોકો , બુર્જ ખલીફા બિગ ટાવર 18 ઇંચ 8 લોકો, બુર્જ ખલીફા મીની ટાવર 12 ઇંચ 4 લોકો ખાઈ શકે છે.