મહારાષ્ટ્રના નાંદેડ ખાતે 7 મી નેશનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે 12 ગોલ્ડ , 10 સિલ્વર , અને 5 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લા યોંગમૂડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલ 6 રમતવીરો ઝળકયા છે.