Aarti Machhi, Bharuch: ભરૂચ શહેરને ગ્રીન, ક્લીન અને રહેવા લાયક બનાવવા જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા માય લિવેબલ ભરૂચનું અભિયાન હાથ ધરાયુ છે. જેમાં વિવિધ સંસ્થાઓ, એનજીઓ અને શહેરીજનોની ભાગીદારી પણ જોડવામાં આવી રહી છે. શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા સાથે જાહેર સ્થળો, ઇમારતોની દીવાલ નજીક લોકો કચરો ફેંકી ગંદકી ન ફેલાવે તે માટે મુહિમ શરૂ કરાઇ છે.
માય લીવેબલ ભરૂચ પહેલ હેઠળ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ફલાય ઓવરની દિવાલો પર મનમોહક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યાં છે. લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દીવાલો ઉપર જન જાગૃતિ કેળવી શકાય તેવાં પેન્ટિંગ થકી મારું ભરૂચ શહેર સ્વચ્છ, સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ ખરેખર દીપી ઉઠ્યો છે. હાલ આ બ્રિજની દિવાલોની ગ્રાફિટીના વિડિયો, ફોટો લોકોના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યા છે.