ભરુચ: ભરુચના જંબુસરમાં ભારે પવનમાં સાથે વૃક્ષ ધરાશયી થતાં મહિલાનું મોત નિપજ્યું છે. આ ઘટના પીસાદ મહાદેવ મંદિર પાસે બની છે. ઘર આંગણે બેસેલી મહિલા પર વૃક્ષ પડતાં મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. ઘટનામાં અન્ય એક મહિલા અને બાળકી પણ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ, અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. ફાગણમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભર ઉનાળે વાવાઝોડાને વરસાદી જેવો માહોલ છે. ભારે પવનના કારણે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. અંબાજી અને કુંભારિયામાં વીજપોલ ધરાશાયી થયા છે. કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નથી. હજી આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા છે. સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ખેતરોમાં કાપેલા ઘઉંના લઈ ખેડૂતોના જીવ અધ્ધર છે. વરસાદને વાવાઝોડાના પગલે જગતનો તાત ચિંતીત છે.