

ગુરૂવારનો દિવસ બૃહસ્પતિ દેવનો માનવામાં આવે છે. તેમની કૃપાથી ધન-સમૃદ્ધિ, પૂત્ર અને શિક્ષાની પ્રાપ્તિ થઆય છે. આ દિવસે વિશએષ પૂજા કરી ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત પ્રાપ્ત કરી શકાય છે.


બૃહસ્પતિવારનાં દિવસે તેમને ઉપવાસ રખવો અને પીળા વસ્ત્ર પહેરી, કેળાનાં વૃક્ષને પીળા રંગની વસ્તુઓ અર્પિત કરી પૂજન કરવું જોઇએ. તે બાદ કથા સાંભળી આરતી કરવી.


બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનાં દિવસે ગાયનું ઘી, મધ, હળદર, પીળા કપડાં, પુસ્તકો, ગરીબ કન્યાઓને ભોજનનું દાન કરો.


વિવાહમાં જો કોઇ અડચણ દૂર કરવા માટે ગુરૂવારનું વ્રત અને ગાયનાં ઘીનાં દીપક પ્રજ્વલિત કરો. દરેક બૃહસ્પતિવારને સવારે નહાઇને ॐ એ ક્લીં બૃહસ્પતયે નમ: મંત્રનાં જાપ કરો.


જો કુંવારી કન્યા શુક્લ પક્ષથી દરેક 11 ગુરૂવાર સુધી પાણીમાં થોડી હળદર મેળવીને સ્નાન કરે તો વિવાહ જલ્દી થવાની સંભાવના રહે છે. મહિલાઓએ ગુરૂવારનાં હલ્દીનું ઉબટન શરીરમાં લગાવવું તો તેમનાં દામ્પત્ય જીવનમાં પ્રેમ વધે છે.


ગુરૂનાં અશુભ પ્રભાવને ઓછો કરવા માટે અને તમામ પ્રકારનાં કષ્ટથી છુટકારો મેળવવા માટે ગુરૂવારનાં દિવસે ચમેલીનાં ફૂલ, ગૂલર, દમયંતી, મુલેઠી અને પાણીમાં મધ મેળવીને સ્ન્ન કરો. અનિન્દ્રાથી મુક્તિ મળશે. 11 ગુરૂવાર સુધી કેવાંચનાં મૂળનો લેપ માથા પર લગાવો અશુભ પ્રભાવ ઓછો થશે.