પાલનપુર: ક્યારેક વહેલા પહોંચવાની લ્હાયમાં ઓવરસ્પીડ કે પછી બેદરકારીથી વાહન હંકારવાને પગલે અકસ્માતો (Road accidents) સર્જાતા હોય છે. દેશમાં દરરોજ અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવે છે. અનેક કિસ્સામાં નિર્દોષ લોકો પણ જીવ ગુમાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં આજે થયેલા ટ્રિપલ અકસ્માત (Triple accident)માં બે લોકોનાં મૃત્યુ થયા છે. અકસ્માતમાં અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને વિશ્વાસ નહીં કરી શકો કે આ રીતે કારની ટક્કર થઈ હશે.