આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (banaskantha) બે દિવસમાં બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં (accident) બે બાઇક ચાલકોના મોત થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં આજે બુધવારે ધાનેરાના (Dhanera) સામરવાડા (samarvada) પાસે આજે બપોરના સમયે ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટે લેતા (Tractor and bike accident) અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક યુવકને (boy died in accident) ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું અને ગઈકાલે પણ થરાદ પાસે ટ્રેલરની અડફેટે આવી જતા બાઈક ચાલકનું મોત થયું હતું.