આજે શરદપૂર્ણિમાને લઇને અંબાજી મંદિરમાં દુધ પૌઆ ધરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ માટે રાત્રીનાં 12 કલાકે માતાજીની આરતી કરાશે. આ સાથે જ શરદપૂનમ હોવાને કારણે માતાજીનાં ચાચર ચોકમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ મા અંબાના ચાચર ચોકમાં સાંજે 30 હજાર દીવડાની મહાઆરતી પણ કરવામાં આવશે.
ભક્તોમાં શરદપૂનમનું વિશેષ મહત્વ હોય છે, આ દિવસે ઘણા ભક્તો મા અંબાનો ઉપવાસ પણ રાખતા હોય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આસો વદ પૂનમ એટલે શરદ પૂનમ ગણાય છે. આ દિવસે ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય છે. જ્યારે હિંદુ શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીજીની આરાધના અને તેમને પ્રશન્ન કરવામાં આ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.