આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના ધનપુરા (Dhanpura Accident Banaskatha) ગામે ગઇકાલે મોડી સાંજે બે બાઇક સામ સામે ટકરાતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં આજે વધુ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.