બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાણીતા ઓથોપેટીક તબીબ ડો.મેહુલ મોઢ જેમની હાલની ઉંમર 47 વર્ષ છે અને તેમના પત્ની ફિઝિયોથેરાપિસ્ટ ડો.સ્મિતા મોઢ ની ઉંમર 44 વર્ષ છે. આ તબીબ દંપતી છેલ્લા 8 વર્ષથી નિયમિત સાઈક્લીંગ અને રનીંગ કરે છે. આ બન્ને તબીબ દંપતિએ અત્યાર સુધીમાં 10 હાજર કિલોમીટર સાઈક્લીગ કરવાની સાથે 25 જેટલી હાફ મેરેથોન ફુલ મેરેથોન સ્પધા માં ભાગ લઈ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે.
ડો.મેહુલ મોઢ અને ડો.સ્મિતા મોઢે જણાવ્યું હતું કે અમે બન્ને છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત સાઈક્લીંગ અને રનીંગ કરીએ છીએ સાઈક્લીંગ કરવાથી આપણે પર્યાવરણને પણ બચાવવાની સાથે આપણા શરીરને પણ ફીટ રાખી શકીએ છીએ જેથી લોકોએ નિયમિત સાઈક્લીંગ કરવું જોઈએ. તેમજ આ બંને દંપતિ દ્વારા અલગ અલગ થીમ પર લોકોને જાગૃતિ માટે પણ સમજણ આપી રહ્યા છે.
જેમ કે કોરોનાના કાળ દરમિયાન સરકાર દ્વારા લોકો કોરોનાથી બચે તે માટે વેક્સિનની શરૂઆત કરી હતી ત્યારે આ બંને તબીબ દંપતી દ્વારા સાયક્લિન ની સાથે લોકો વધુને વધુ વેક્સિન લે તેવી એક થીમ પર લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરાયા હતા તેમજ અત્યારે આ તબીબ દંપતી દ્વારા અંગદાન ઝુંબેશ એક ફિટનેસ સાથે જોડી છે.
લોકો વધુને વધુ અંગદાન કરે તેવી જાગૃતિ લાવવા માટે અત્યારે સાયકલિંગ કરી રહ્યા છે. અને લોકોને જણાવી રહ્યા છે કે મૃત્યુ બાદ લોકો વધુને વધુ ચક્ષુ દાન કરે તેમજ કોઈ વ્યક્તિ બ્રાન્ડેડ અથવા તો કોઈ સીરીયસ પેશન્ટ હોય તેવા લોકોને અંગદાન કરે જેથી કોઈની જિંદગી બચી શકે એક વ્યક્તિ અંગદાન કરે તો સાત લોકોને નવી જિંદગી મળી શકે તેમ છે. આ થીમ સાથે આ બંને તબીબ દંપતી સાયકલિંગ તેમજ રનીંગ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.