Home » photogallery » banaskantha » બનાસકાંઠા: બે રોમિયોનું ગ્રામજનોએ કર્યું મુંડન, પહેરાવ્યો ચપ્પલનો હાર

બનાસકાંઠા: બે રોમિયોનું ગ્રામજનોએ કર્યું મુંડન, પહેરાવ્યો ચપ્પલનો હાર

આખુ ગામ નવરાત્રીમાં ગરબાના રંગમાં રંગાયેલું હતું, ત્યારે બે યુવાનોએ ગરબા રમતી છોકરીઓની છેડતી કરી

  • 14

    બનાસકાંઠા: બે રોમિયોનું ગ્રામજનોએ કર્યું મુંડન, પહેરાવ્યો ચપ્પલનો હાર

    નવરાત્રીનો તહેવાર આવે એટલે રોમીયોગીરીની ઘટના પણ સામે આવતી હોય છે. આવી જ ઘટના બનાસકાંઠા જીલ્લાના થરાદના રાહ ગામમાંથી પણ સામે આવી છે. અહીં બે યુવાનોને રોમીયોગીરી કરવી ભારે પડી ગઈ. રોમીયોગીરી કરતા યુવાનોના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    બનાસકાંઠા: બે રોમિયોનું ગ્રામજનોએ કર્યું મુંડન, પહેરાવ્યો ચપ્પલનો હાર

    પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના રાહ ગામમાં નવરાત્રીનો માહોલ જામેલો હતો, આખુ ગામ નવરાત્રીમાં ગરબાના રંગમાં રંગાયેલું હતું, ત્યારે બે યુવાનોએ ગરબા રમતી છોકરીઓની છેડતી કરી. જેની જાણ ગ્રામજનોને થતાં બંને યુવાનોને ગ્રામજનોએ મેથીપાક આપી સજા આપવાનું વિચાર્યું.

    MORE
    GALLERIES

  • 34

    બનાસકાંઠા: બે રોમિયોનું ગ્રામજનોએ કર્યું મુંડન, પહેરાવ્યો ચપ્પલનો હાર

    ગ્રામજનોએ રોમીયોગીરી કરતા યુવાનોને સજા આપવા માટે પહેલા માથે મુંડન કરાવ્યું, ત્યારબાદ માથે ચપ્પલ મુક્યા અને મોંઢાથી પણ ચપ્પલ પકડાવ્યા અને ચપ્પલનો હાર પહેરાવ્યો.

    MORE
    GALLERIES

  • 44

    બનાસકાંઠા: બે રોમિયોનું ગ્રામજનોએ કર્યું મુંડન, પહેરાવ્યો ચપ્પલનો હાર

    સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને યુવાનો ધાનેરા તાલુકાના વીંછીવાડા ગામના રહેવાસી હતા, અને ગરબા જોવા માટે રાહ ગામ આવ્યા હતા. પરંતુ ગરબા જોવાની સાથે છોકરીઓની છેડતી કરતા મજા બની ગઈ સજા. જોકે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. (આનંદ જયસ્વાલ - બનાસકાંઠા)

    MORE
    GALLERIES