આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskatha) વાયરલ તસવીરોના (Viral PHOTOS) કારણે શિક્ષણજગતમાં હાહાકાર મચી ગયો છે. થરાદની એક પે સેન્ટર શાળાના આચાર્યની (Principal) મહિલા સાથેની અંગત પળોની (Personal Pictures) તસવીરો વાયરલ (Viral) થઈ જતા આ આચાર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ તસવીરો અલગ અલગ જગ્યાની છે અને પ્રાથમિક દૃષ્ટીએ સેલ્ફી લાગી રહી છે. જોકે, આ આચાર્ય અને મહિલા વચ્ચે શું સંબંધો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી પરંતુ જાહેર જીવનમાં અને એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિની આ પ્રકારની વાયરલ તસવીરોના કારણે શિક્ષણજગતમાં ભારે ચર્તા છે.
આજે વહેલી સવારે થરાદના એક ગામની પે કેન્દ્ર શાળાના આચાર્યના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા આ તમામ ફોટા આચાર્યએ સેલ્ફીમાં લીધેલા હોવાનું દેખાઈ આવે છે. મહિલા સાથેના અલગ અલગ જગ્યા ના ફોટા અને કેટલાક અતિ અંગત બેડરૂમ મોમેન્ટ્સના ફોટા વાયરલ થતાં જ ગ્રામજનો પણ રોષે ભરાયા છે.