એક તરફ યુવા ધન પશ્ચિમી દેશો નું આંધળુ અનુકરણ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં આદર્શ હાઈસ્કૂલના બાળકોએ આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતા-પિતાનુ પૂજન કરી વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.આવા કાર્યક્રમો થકી શાળાના સંચાલકો અને બાળકો અન્ય લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ડે અને તહેવારોની ઉજવણી માટે અનોખો સંદેશ આપ્યો હતો.