Home » photogallery » banaskantha » પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

પાલનપુર પશ્ચિમ પોલીસે છટકું ગોઠવીને 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા યુવક -યુવતીને પકડીને તેમની પાસેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

विज्ञापन

  • 15

    પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના કાળમાં (coronavirus) હાલ અતિઆવશ્યક ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની (Remdesivir Injection) ભારે માંગ હોવાથી તેની કાળાબજારી (black market) થઈ રહી છે ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે છટકું ગોઠવીને 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા યુવક -યુવતીને પકડીને (girl-boy caught) તેમની પાસેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 25

    પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

    હાલ દેશ અને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે માંગ વધી છે જોકે સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત હોવાથી અનેક લોકો તેનું કાળાબજાર કરીને દર્દીઓની લાચારીનો લાભ ઉઠાવીને આ ઇન્જેકસન હજારો રૂપિયાઓમાં વેચીને તગડો નફો લઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

    ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તાલુકાના યુવક -યુવતી 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યા છે ત્યારે પોલીસે  આરોપી યુવક -યુવતીને ઝડપી પાડવા છટકું ગોઠવી નકલી ડમી ગ્રાહક મોકલીને 18 હજાર રૂપિયામાં ઇન્જેકસ વેચવા આવેલા યુવક -યુવતીને પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી ખાનગી હરિ કોવિડ હોસ્પિટલના નીચેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

    જોકે રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપાયેલો યુવક હર્ષદ પરમાર ખાનગી કોવિડ હોસ્પિટલમાં પ્યુન તરીકે અને ઝડપાયેલી યુવતી દીપિકા ચૌહાણ હરિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે જેથી આ રેકેટમાં અનેક લોકો સામેલ હોઈ તેવું પોલીસને લાગી રહ્યું હોવાથી પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 55

    પાલનપુરઃ હરિ કોવિડ હોસ્પિટલની નર્સ દિપીકા અને પ્યુન હર્ષદ ઝડપાયા, રેમડેસિવીર માટે આટલા બધા રૂપિયા પડવાતા

    અને આરોપીઓ સામે ઇપીકો કલમ 408,420,120 (બી) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 7 (1)એ (2) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 તથા ઔષદ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમ કલમ 27 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર નાયબ પોલીસ અધિક્ષક ડો. શુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલનપુર પશ્ચિમ પોલીસે યુવક -યુવતીને 5 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે. જે અંગે વધુ તપાસ ચાલુ છે. ઝડપાયેલા આરોપીઓમાં હર્ષદ અર્જુનભાઇ પરમાર ( રહે ચાંગા તા-વડગામ જિલ્લો -બનાસકાંઠા ), દીપિકા મૂળજીભાઈ ચૌહાણ ( રહે જગાણા  તા -પાલનપુર જિલ્લો -બનાસકાંઠા)

    MORE
    GALLERIES