કિશોર તુવર ન્યૂઝ18 બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (Banaskath SOG Caught Posdoda) પાલનપુરના ચડોતર નજીકથી પોસડોડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ઝારખંડથી (Jharkhand) પોસડોડા ભરી રાજસ્થાન (Rajasthan) જતી ટ્રક પાલનપુર નજીકથી પસાર થતી હોવાની એસઓજીની ટીમને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ટ્રકમાંથી ત્રણ હજાર કિલો પોષડોડા (3,000 KG Posdoda) સાથે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે .
રાજ્યનું છેવાડાનો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલ હોવાથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોય છે અનેકવાર આ વિસ્તારમાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે.ત્યારે વધુ એક વખત પોસડોડાનો મોટો જથ્થો ભરેલી ટ્રક બનાસકાંઠાના પાલનપુર નજીકથી ઝડપાઈ છૅ.
આ મામલે એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે રી આ મુદ્દામાલ અંગે પ્રાથમિક પૂછ પરછ કરી તો આ જથ્થો ઝારખંન્ડથી ભરી રાજસ્થાન લઈ જવાતો હોવાનું સામે આવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આ શખ્સ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છૅ કે કેમ અને આ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છૅ....તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.