Nilesh rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો જિલ્લાના અનેક ગામોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેમજ ગામો અને ખેતરો પણ બેટમાં ફેરવાયા છે આ ભારે વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે..
હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરોમાં નીચાણ વાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તેમજ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે અને લોકોના ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે. તેમજ જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે ઘરોમાં પણ ચાર ચાર ફૂટ વરસાદી પાણી ઘૂસી ગયું છે તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.
ભારે વરસાદના કારણેદિયોદરના ગામડાઓ બેટમાં ફેરવાયા છે બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ખેતરમાં ફરી વળતાખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે અને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકો ફસાયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ ખેતરોમાં પાણી ફરી મળતા મોંઘા દાઢ બિયારણ લાવી લાખો રૂપિયાના ખર્ચે કરેલી ખેતીમાં પણ મોટું નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટું નુકસાન થવા પામી રહ્યું છે. તેમજ લોકો ભારે વરસાદના કારણે જાતે ઊચાણ વાળા સ્થળો પર જઈ રહ્યા છે.વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પાણી આવતા દાંતીવાડા ડેમ ભરાઈ જવાની શક્યતાઓ છે. ભારે વરસાદના પગલે નદીના કાંઠાના વિસ્તારના ખેડૂતો ખેતરમાંથી ખેતરો ખાલી કરી રસલામત સ્થળે જઈ રહ્યા છે.