Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ800 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. મુખ્યત્વે ગ્રામજનો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.ગામમાં કોઈ પણ જાતનો જાતિય ભેદભાવ નથી.જેના કારણે ગામમાં છેલ્લા 22 વર્ષથી ગ્રામ પંચાયત હોય, ડેરી હોય કે સહકારી મંડળી હોય ચૂંટણી થઈ જ નથી તમામ ક્ષેત્ર લોકોએ ગામના વિકાસને જ ઉદ્દેશ બનાવી દીધો છે.અને હર હંમેશ ગામને ઊંચા સ્તરે લઈજવા ગ્રામજનો કટિબદ્ધ રહે છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામેં આજ દિન સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી એનું મુખ્ય કારણ જયારે ગામમાં કોઈ પણ ક્ષેત્રની ચૂંટણી આવવાની હોય એના આગળના સમયમાં ગામલોકો ગામના મંદિરે અથવા ગામના ચોતરે એકઠા થઇને નક્કી કરેછે. ત્યારબાદ વડવાઓ જે નિર્ણય લે ગામના તમામ લોકો માથાભેર રાખે છે.ગામમાં પંચાયતની ચૂંટણી હોય, ડેરીની ચૂંટણી હોય કે પછી સહકારી મંડળી હોય છેલ્લા 22 વર્ષથી ચૂંટણી થતી જ નથી. જેને લઈને ગામના 180 પરિવારના તમામ કામ સરળતાથી થઇ જાય છે.
ચૂંટણી સમરસ થવાના કારણે તમામ પ્રકારની ગ્રાન્ટમાં વધારો આવતો હોવાથી ગામનો વિકાસ સારો થાય તે હેતુ થી ગામલોકો એકજ સમ્પ થઈને ગામમાં ચૂંટણી ને સમરસ બનાવે છે. જેથી ગામલોકોને ગ્રાન્ટ તેમજ દરેક સમાજના લોકોને ચૂંટણી નો મોકો પણ મળે છે. સાથે આ ગામના તમામ સમાજ કોમના લોકો જે પણ સમાજમાં કોઈ પ્રસંગ હોય તો તમામ કોમના લોકો એક સંપ થઈ પ્રસંગને પાર પાડે છે. તેમજ આ ગામમાં દારૂ તેમજ ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.