Nilesh rana, banaskantha: બનાસકાંઠા જિલ્લામાં રહેતા એક વ્યક્તિએ સેવા કેવી હોય તે સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે.સાચી મદદ અને લોકોની સેવા કેવી રીતે કરી શકાય તે આ વ્યક્તિએ કરી સાચો માનવ ઘર્મ નિભાવ્યો છે.જિલ્લામાં કોઈ પણ પ્રકારની કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને જો અડધી રાતે પણ જરૂર પડી હોય તો તેઓ ત્યા પહોંચી તેની મદદ કરે છે.2019 થી લઈ અત્યાર સુધી અનેક લોકોની મદદ કરી અને એક લોકોના ઓપરેશન પણ કરાવી આપ્યા છે.કોરોના મહામારી દરમિયાનનીતિનભાઈ સોની ગરીબ લોકોને અનાજ અને ભોજન આપી મદદ કરતા હતા.અત્યારે હાલમાં પણ વારે તહેવારે ઝુપડ પટ્ટીમાં રહેતા ગરીબ બાળકોની મદદ કરે છે.
ડીસા શહેરમાં આવેલ રાજપુર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ સોની કે જેવો હાલ સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા છે.શરૂઆતમાં નિતીન સોનીના પરિવારની પરિસ્થિતિ યોગ્ય ન હતી જેના કારણે નીતિનભાઈ સોની ને પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે સામાન્ય નોકરી કરવી પડી હતી. શરૂઆતના દિવસો ગરીબાઈમાં નીતિનભાઈએ નીકાળવા પડ્યા હતા કેટલીકવાર તો નીતિનભાઈ સોનીને લોકો પાસેથી ઉછી ના પૈસા લાવીને પણ ઘરના કામ કરવા પડ્યા હતા. પરંતુ જીવનમાં હાર માન્યા વગર નીતિનભાઈ સોનીએ પરિશ્રમ શરૂ રાખ્યો હતો અને આજે પોતાની સોના ચાંદીની દુકાન છે. પોતાનો આખો પરિવાર સુખી પરિવાર બની ગયો છે.નીતિનભાઈ સોનીએ વેઠેલા પોતાના ગરીબાઈના દિવસોને યાદ કરતા કોઈ અન્ય પણ ગરીબીના કારણે તકલીફ વેઠે તે માટે તેઓએ જરૂરીયાત મંદ વ્યક્તિની સેવા કરવાનો વિચાર આવ્યો હતોને માનવ સેવા શરૂ કરી હતી.
જિલ્લામાં હોય કે અન્ય જગ્યાએ જો તેઓને કોઈ મુશ્કેલ સમયમાં મદદ માટે પોકારે છે ત્યા તેઓ કોઈ પણ મુઝવણ વિના પહોંચી તેની મદદ કરે છે.પહેલા તેઓ એકલા હાથ લોકોને પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમા રાખી લોકોની મદદ કરતા હતા પણ સમય વિતતા તેઓના મિત્ર મંળડને તેઓનાસેવાકિય કાર્યોની જાણ થતા મિત્રો પણ તેમની સાથે જોડાયા હતા અને આર્થિક મદદ કરી રહ્યા છે.જિલ્લાના અનેક સેવા ભાવી લોકો પણનીતિનભાઈ સોની સાથે મેદાને જોવા મળે છે.
કોરોનાના કપરા કાળમાં દેશ દુનિયાના કામ ધંધા ઠપ થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.તે સમયેશહેરનો આ નિતીન સોનીએ જિલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન કિટો આપીમદદ કરી હતી.જ્યારે પણ કોઈ જરૂરિયાત મંદ લોકોની નીતિનભાઈ સોની ને જાણ થઈ ત્યાં રૂબરૂ જઈ જરૂરિયાત મંદ લોકોની મદદ કરી. અનેક લોકો રોજગાર માટે હેરાન થઈ રહ્યા હતા તેમને નીતિનભાઈ સોનીએ રોજગાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી તેમજ ડીસાના નાણી એરફોર્સમાં અનેક ગાયો જે ઘાસ ચારા માટે ટળવળથી હતી. ત્યાં રૂબરૂ જઈ ગાયો માટે ઘાસની વ્યવસ્થા કરી આપી તેમજ અનેક પશુઓની સારવાર પણ કરાવી. આપે છે.
ડીસાના નિતીન સોની જેઓ હમેશા જરૂરિયાત મંદ વ્યક્તિની સેવા કરવા તત્પર રહે છે તેઓનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને તેની આર્થિક સ્થિતિને લઈ મદદ ન મળે અને તેઓ દુખી થઈ જીવનથી હતાશ થઈ જાય તે ન થવા દેવા હર હમેશ પ્રયત્ન કરે છે.કારણ તેઓ પોતા પર ભૂતકાળમાં વિતેલી આપવી અન્ય કોઈ વ્યક્તિ પર પડવા દેવા માંગતા નથી.અને હમેશા લોકોની મદદ કરતા રહેશે.આ જ રીતે ભવિષ્યમાં પણ ગરીબોની મદદ કરી માનવતા મહેકાવતા રહેશે અને લોકોને મદદ રૂપ થતા રહેશે.ત્યારે તેઓની કામગીરી અને સાચી સેવાને સલામ કરવાનું મન થાય છે.