Home » photogallery » banaskantha » Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

2015 અને 2017 માં બનાસકાંઠામાં આવેલ પુરે ભારે તારાજી સર્જી હતી. વિનાશક પૂરના કારણે અનેક વિસ્તારો તબાહ થઈ ગયા હતા તો કેટલાય લોકોના જીવ પણ પાણીના પ્રકોપે લઈ લીધા હતા. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં જાન-માલનું નુકશાન પણ થયું હતું.

विज्ञापन

  • 15

    Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

    કિશોર તુવર, બનાસકાંઠા: હવામાન વિભાગ (Meteorological department)ની આગાહી મુજબ બનાસકાંઠામાં આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ (Banaskantha Monsoon) પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે બનાસકાંઠા (Banaskantha Rainfall)ના પાલનપુરમાં એનડીઆરએફ (NDRF Team Gujarat)ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. (PIC: IMD Ahmedabad)

    MORE
    GALLERIES

  • 25

    Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

    ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સાંભવનાને પગલે NDRFના 25 સભ્યોની ટીમ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેમાં NDRF ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ, રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ રાખવામાં આવી છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે તે બાજુ મુવ કરીને રાહત અને બચાવની કામગીરી કરાશે.

    MORE
    GALLERIES

  • 35

    Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

    ઉલ્લેખનીય છે કે 2015 અને 2017 માં બનાસકાંઠામાં આવેલ પુરે ભારે તારાજી સર્જી હતી. વિનાશક પૂરના કારણે અનેક વિસ્તારો તબાહ થઈ ગયા હતા તો કેટલાય લોકોના જીવ પણ પાણીના પ્રકોપે લઈ લીધા હતા. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં જાન-માલનું નુકશાન પણ થયું હતું. જોકે 2015 અને 2017માં ભારે પૂર વચ્ચે એનડીઆરએફની ટીમો દ્વારા અનેક લોકોના જીવ પણ સમયસર બચાવી લીધા હતા. લગભગ બનાસકાંઠા જિલ્લામાં આઠ હજારથી પણ વધુ લોકોને એનડીઆરએફની ટીમે પાણીમાંથી નીકાળીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

    જોકે  ફરી એક વાર હવામાન ખાતા દ્વારા ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ફરીથી બનાસકાંઠામાં કોઈ નુકશાન ન થાય તેના અગમચેતીના પગલે પાલનપુરમાં એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે. જેમાં 25 જવાનો બચાવની વિવિધ સામગ્રીઓ અને બોટ સાથે હાજર છે. બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફની ટીમ હાજર હોવાથી વરસાદના સમયે જો  કોઈ વિસ્તારમાં મદદની જરૂર હોય તો ઝડપી મદદ માટે પહોંચી  શકશે.

    MORE
    GALLERIES

  • 55

    Heavy Rainfall: બનાસકાંઠામાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF ના 25 સભ્યોની ટીમ તૈનાત

    ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Gujarat rain forecast) આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત (rain in South Gujarat)માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે (heavy rainfall in Gujarat) વરસાદ પડી શકે છે.

    MORE
    GALLERIES