રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે પણ તાપમાન માઈનસમાં નોંધાયું છે, કડાકા સાથે પડતી ઠંડીના કારણે આજે સવારે પણ ખુલ્લી જગ્યામાં પડેલા વાહનો અને મેદાનમાં બરફ છવાયેલો જોવા મળ્યો છે. મહત્વનું છે કે અહીં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન માઈનસમાં નોંધાયું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સવારમાં એક અલગ પ્રકારનું હવામાન જોઈને રોમાંચિત થઈ રહ્યા છે.