માઉન્ટ આબુઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. અહીંનું લઘુત્તમ તાપમાન ફરી ગગડી રહ્યું છે. અહીંના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતા લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. અહીંનું તાપમાન ફરી માઈનસમાં પહોંચી જતા પ્રવાસીઓને એક નવો માહોલ માણવા મળી રહ્યો છે. ઠંડી વધવાના કારણે ઘાંસના મેદાનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે.
અહીં આવેલા પ્રવાસીઓએ માઈનસ ડિગ્રીની મજા માણવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જેમાં એક પ્રવાસીએ જણાવ્યું કે અહીં સવારે બહાર નીકળ્યા તો જોયું કે વાહનો પર અને ઘાસ પર બરફની ચાદર છવાઈ ગયેલી જોવા મળી હતી. એક પ્રવાસીએ જણાવ્યું કે અગાઉ આવ્યા હતા તેના કરતા આ વખતે ઠંડીની વધુ મજા માણવા મળી રહી છે કારણ કે અહીનું તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે.