કિશોર તુવર, બનાસકાંઠા: ભારત પાક બોર્ડર પાસે આવેલા નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ ઉત્તરાયણને લઈને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ પહોચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર શરૂ કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટ 10 એપ્રિલ 2022ના ખુલ્લો મુકાયો હતો.