Home » photogallery » banaskantha » બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

Deesa over bridge accident: ડીસાના નવા ઓવરબ્રિજ પર રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયું છે.

विज्ञापन

  • 15

    બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

    બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ (Bus) અને રિક્ષા (Auto Rickshaw) વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત (Death) થયા છે. બીજી તરફ ડીસા ખાતે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ડીસા ઓવરબ્રિજ (Deesa over bridge) પર આ ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માત બાદ ઇસબગુલ ભરેલો ટ્રક બ્રિજ પર જ પલટી ગયો હતો. જેના પગલે એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ટ્રેલરને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

    MORE
    GALLERIES

  • 25

    બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

    ડ્રાઇવર ક્લિનરનું મોત : મળતી માહિતી પ્રમાણે ડીસાના નવા ઓવરબ્રિજ પર રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયું છે.

    MORE
    GALLERIES

  • 35

    બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

    આ મામલે ડીસા પોલીસે (Deesa police) ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે ડીસા માર્કેટયાર્ડમાં જવા માટે ઇસબગુલ ભરેલો એક ટ્રક રોંગ સાઇડ (Wrong side)માં આવી રહ્યો હતો. આ દરમિયાન તેની ટક્કર એક ટ્રેલર સાથે થઈ હતી.

    MORE
    GALLERIES

  • 45

    બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

    ધાનેરા ખાતે અકસ્માતમાં પાંચનાં મોત : બનાસકાંઠા (Banaskantha accident)ની રાજસ્થાન (Rajasthan border accident) સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોનાં મોત થયા છે. બનાવમાં અન્ય પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

    આ કેસમાં ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ખાનગી બસનો ડ્રાઇવર અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.

    MORE
    GALLERIES