Nilesh Rana, Banaskantha : બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની અડીને આવેલો છે, અહીં નડાબેટ નામના સ્થળેથી ભારત- પાકિસ્તાનની સરહદ જોઈ શકાય છે. અહીં પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓ વિકસાવાઈ રહી છે.જેથી ભારત- પાકિસ્તાનની બોર્ડર ઉપર લોકો મોટી સંખ્યામાં આવે અને બોર્ડર ઉપર થતી દરેક કાર્ય નિહાળે તે માટે ખૂબ સારું આયોજન કરાયું છે.
જેના પગલે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારત- પાકિસ્તાનની નડાબેટ બોર્ડર ઉપર પણ સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના લીધે જ અત્યારે નડાબેટ બોર્ડર પર પર્યટકો માટે ખૂબ જ સારું સ્થળ બની ગયું છે.અને અત્યાર સુધી આ પર્યટક સ્થળ પર 7 લાખ 22 હજાર 384 લોકોએ આ પર્યટક સ્થળનો લાભ લીધો છે.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે ભારત - પાકિસ્તાનની 0.પોઇન્ટ બોર્ડર આવેલી છે અને ગુજરાત સરકારે 10 એપ્રિલ 2022 માં ટુરીઝમ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. અહીં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને આ બોર્ડરને એક પર્યટક સ્થળ તરીકે ફેરવવામાં આવ્યું છે. પરિણામે આ સ્થળ ઉપર દિન પ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે વડીલો આ બોર્ડરની અચૂક મુલાકાત લેતા થયા છે.
નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . નડાબેટ ખાતે માતા નડેશ્વરીનું મંદિર પણ 500 મીટર નજીક આવેલું છે. આ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે. લાઇફમાં એક થીમ બનાવી છે.
આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે.સાથે બાળકો માટે ગેમિંગ જોન પણ બનાવ્યું છે.જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે.તેમજ ટુરિઝમ પર આવતા ટુરિસ્ટો ને ટુરિઝમ દ્વારા જીરો પોઇન્ટ બોર્ડર સુધી બસ મારફતે લોકોને સીમા દર્શન પણ કરાવે છે.જ્યાં ભારત ની બોર્ડર પર ઉભા રહી પાકિસ્તાનની ધરતીને જોઈ શકે છે.
ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના રૂપિયા 100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના રૂપિયા 50 રખાયા છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 50 ફી રખાઇ છે.અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું ત્યાંના સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.અત્યાર સુધી 7 લાખ 22 હજાર 384 લોકોએ નડાબેટ ભારત પાકિસ્તાનની બોર્ડર પર બનાવેલ ટુરિઝમનો લાભ લીધો છે.
ટુરિસ્ટ પ્રવેશ માટે સવારે 9 થી રાત્રે 7 વાગ્યા સુધી. ટિકિટ કાઉન્ટર સવારે 9:00 થી રાત્રે 6 વાગ્યા સુધી. ઝીરો પોઈન્ટ વિઝીટ માટે સવારે 9:00 થી સાંજે 4:30 વાગ્યા ટુરિઝમ દ્વારા આવતા લોકોને બસ દ્વારા સીમા દર્શનનો લાભ અપાવે છે.તેમજ જવાનો દ્વારા કરવામાં આવતી પરેડ જોવા માટે દરરોજ સૂર્યાસ્ત પહેલા. મ્યુઝિયમમાં જોવા માટે સવારે 9:00 થી સાંજે 6 વાગ્યા સુધી.મેમોરિયલ જોવા માટે સવારે 9:00 થી સાંજે 6વાગ્યા સુધી. ફૂડ કોર્ટ સવારે 9:00 થી સાંજે 7:30 વાગે સુધી. એડવેન્ચર એક્ટિવિટી સવારે 10 થી સાંજે 7:30 વાગ્યા સુધી. એ.વી.એક્સપિરિયન્સ ઝોનમાં જવા માટે સવારે 10 થી સાંજે સાત વાગ્યા સુધી. આર્ટ ગેલેરીને નિહાળવા માટે સવારે 10 થી સાંજે છ વાગે સુધી અને ખાસ સોમવારના દિવસે આ પ્રોજેક્ટ મેન્ટેનન્સ માટે બંધ હોય છે.