Home » photogallery » banaskantha » Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

ડીસાનાં વાસણા નવા ગોળિયાનાં મુકેશભાઇ માળીએ અનોખી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રીમાંથી પક્ષીઘર બનાવી શકાશે. તેમજ લગ્નમાં આવનાર મહેમાનને વૃક્ષોનાં રોપા આપવામાં આવશે.

विज्ञापन

  • 15

    Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાનાં ડીસાનાં વાસણા નવા ગોળિયા ગામનાં પ્રકૃતિ પ્રેમી મુકેશભાઇ માળીએ પોતાનાં લગ્નની અનોખી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રીમાંથી પક્ષીઘર બનાવી શકાશે. તેમજ લગ્નમાં ફટકાડા, પાર્ટી, વરઘોડા સહિતનાં ખર્ચ બંધ કરી દીધો છે. એક કંકોત્રી પાછળ 100 રૂપિયા જેટલો ખર્ચ થયો છે.

    MORE
    GALLERIES

  • 25

    Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

    લગ્નમાં કંકોત્રીનું વિશેષ મહત્વ હોય છે. લગ્નમાં કંકોત્રી પાછળ મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. હાલ બજારમાં અનેક પ્રકારની કંકોત્રી મળે છે. નરીવાસ્તવીકતા એ પણ છે કે, લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી કંકોત્રીનું કોઈ મહત્વ રહેતું નથી. ત્યારે કંકોત્રીનો સદઉપયોગ થાય અને પરિણયમાં પ્રકૃતિના જતનના સંદેશ થકી લગ્નને યાદગાર બનાવવાની અનોખી પહેલ મુકેશ માળીએ કરી છે.

    MORE
    GALLERIES

  • 35

    Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

    ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામના મુકેશભાઈ બાબુજી માળીએ પોતાના લગ્નમાં ફટાકડા, પાર્ટી, વરઘોડા સહિતના બિનજરૂરી ખર્ચ બંઘ કરી દીધો છે. એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફની પહેલ કરી લગ્નની કંકોતરીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી છે. આ કંકોત્રીમાંથી પક્ષી ઘર બનાવી શકાશે. ઘરે, આંગણામાં, પક્ષીઘરમાં પક્ષીઓની અવર જવરથી ઘરમાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.

    MORE
    GALLERIES

  • 45

    Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

    તેમજ પર્યાવરણનું જતન અને વૃક્ષારોપણનો સંદેશ પ્રસરે એ માટે લગ્નમાં આવતા દરેક સ્નેહીજનો, સગા સંબંધીઓ અને આમંત્રિત મહેમાનોને વૃક્ષના રોપાઓ ભેટ સ્વરૂપે આપવાનું નક્કી કર્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    Deesa: પક્ષીઘરમાં લગ્નનું આમંત્રણ, યુવાને બનાવી અનોખી કંકોત્રી, આટલા રૂપિયામાં બની

    મુકેશભાઈ બાબુજી માળીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ખોટા ખર્ચા ખૂબ થાય છે. લગ્નની ઉજવણીના ઉન્માદમાં આપણે પર્યાવરણ અને અબોલ જીવોને નુકસાન કરતા હોઈએ છીએ, ત્યારે આ શરૂઆત હું મારાથી જ કરવા માંગતો હતો.એટલે આ સંકલ્પ મેં જાતે કર્યો. મને ખૂબ ખુશી છે.આ કંકોત્રી સામાન્ય કંકોત્રીથી સાવ અલગ છે. કાગળના પૂંઠા સ્વરૂપની કંકોત્રી ફોલ્ડિંગ સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં સામાન્ય કંકોત્રી જેમ જ લગ્નના તમામ શુભ પ્રસંગની વિગતો આવરી લેવાઈ છે. આ કંકોત્રીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી શકાતી હોઈ સ્વજનો માટે એક અનોખી યાદગારી બની રહી છે. એક કંકોત્રી પાછળ લગભગ 100 રૂપિયા જેટલો ખર્ચ થયો છે.

    MORE
    GALLERIES