આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠામાં (Banaskantha news) ઝડપાયેલ હાઇપ્રોફાઇલ જુગારધામમાં (High profile gambling den) આખરે ત્રીજા દિવસે ફરિયાદ નોંધાઈ છે. નવાબી નગરી પાલનપુરની (Palanpur) જ્યોર્જ ફિફ્થ ક્લબમાંથી (George Fifth Club) પૂર્વ ક્રિકેટર (Former cricketer) સહિત 40 નબીરાઓને ગાંધીનગર વિજિલન્સની ટીમે (Gandhinagar Vigilance team) જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છેકે ગત જુલાઈ મહિનામાં પણ અમદાવાદમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે તંબુ ચોકીથી 100 મીટરના અંતરે આવેલા મોટા જુગારધામ (Gambling den) પર દરોડો કર્યો છે. મનપસંદ જીમખાના પર સોમવાર સાંજે દરોડો કરવામાં આવ્યો હતો જે મંગળવાર સાંજ સુધી ચાલ્યો હતો. દરોડા દરમિયાન 180 આરોપીઓ સાથે 10.99 લાખ રૂપિયા અને 15 ટુ-વ્હીલર અને 15 કારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.