Home » photogallery » banaskantha » માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ માવઠા સાથે કરા પડ્યા છે. જે બાદ આખા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને સહેલાણીઓને વાતાવરણની મઝા માણી હતી.

  • 16

    માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

    બનાસકાંઠા: રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં કરા સાથે માવઠું થઇ રહ્યું છે. ત્યારે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ માવઠા સાથે કરા પડ્યા છે. જે બાદ આખા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને સહેલાણીઓને વાતાવરણની મઝા માણી હતી.

    MORE
    GALLERIES

  • 26

    માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

    સવારથી આબુમાં આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને વાતાવરણમાં ભેજ છવાયો હતો. જેની અસરના પગલે બપોર બાદ ભારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદ અને કરા પડ્યા હતા. માઉન્ટ આબુમાં અચાનક કરા પડતા સ્થાનિક લોકો અને સહેલાણીઓએ તેની મઝા માણી હતી. સહેલાણીઓ કરા હાથમાં લઇને રમી રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 36

    માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

    આબુમાં વાદળછવાયા બાદ માવઠું અને કરા પડ્યા હતા. માવઠું પડવાથી આખા વિસ્તારમાં સફેદ ચાદર છવાઇ ગઇ હોય તેમ લાગી રહ્યું હતુ.

    MORE
    GALLERIES

  • 46

    માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 31 માર્ચે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 56

    માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. તથા સૌરાષ્ટ્ર, મ.ગુજરાત, ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. આ સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતમાં માવઠું રહેશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.

    MORE
    GALLERIES

  • 66

    માઉન્ટ આબુમાં કરા સાથે પડ્યો ધોધમાર કમોસમી વરસાદ, સહેલાણીઓએ માણી મઝા

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરતા જણાવ્યુ કે, 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.

    MORE
    GALLERIES