બનાસકાંઠા : આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો (Praveshotsav 2022) કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Parel) શાળા પ્રવેશોત્સવનો બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી પ્રારંભ કરાવ્યો છે. આજથી રાજયભરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂન 17મા શાળા પ્રવેશોત્સવની શરુઆત કરી છે.
રાજ્યસરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સોમવારે શાળા પ્રવેશોત્સવના આયોજન વિશે વિશેષ માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી તારીખ 23 જૂન ગુરૂવારે કરાવશે. તેમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.