Home » photogallery » banaskantha » Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

Rain in Ambaji: રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અંબાજીમાં મેઘો ત્રાટક્યો છે. યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આજે બપોર બાદ અંબાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.

  • 15

    Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

    અંબાજી: રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અંબાજીમાં મેઘો ત્રાટક્યો છે. યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આજે બપોર બાદ અંબાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બીજી બાજુ, ભરઉનાળામાં ખેડૂતો પર આફત બનીને વરસાદ ત્રાટક્યો છે. ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

    રાજ્યમાં ઉનાળાની શરુઆત થય ગઈ છે. રાજ્યમાં ઉતર ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. બપોર થતા ગરમીનો અહેસાસ થય રહ્યો છે. ઉનાળાની શરુઆત જ આકરી ગરમીથી થઇ છે. મહત્તમ તાપમાન 38 ડીગ્રી આસપાસ પહોંચી ગયુ છે. હજુ પણ 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. અને 48 કલાક તાપમાન યથાવત રહેશે. પરંતુ ચાર માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.

    MORE
    GALLERIES

  • 35

    Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

    4 માર્ચના દાહોદ , વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છમાં વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સુકૂં રહેવાનુ અનુમાન છે. 5 માર્ચના પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. આ દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છમાં માવઠું થવાનુ અનુમાન છે. 6 માર્ચના પણ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર માવઠુ થશે.

    MORE
    GALLERIES

  • 45

    Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

    માવઠાની આગાહીના કારણે ખેડુતોની ચિંતા વધારો થયો છે. કારણ કે, શિયાળુ પાક તૈયાર થઇ ગયો છે. માવઠું થાય તો પાકને નુકાસાન થાય. તેમજ બાગાયતી પાકને પણ નુકસાન થવાની ચિંતા છે. કેરીનો પાક પણ તૈયાર થઇ ગયો છે. માર્કેટમાં કેરીની આવક શરું થઇ ગઇ છે. થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો વધુ નુકસાન થાય કારણ કે થંડર સ્ટોમમાં પવનની ગતી તેજ હોય છે. ભારે પવનના કારણે કેરીનો પાક ખરી પડે છે.

    MORE
    GALLERIES

  • 55

    Mawathu in Ambaji: ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ

    હવામાન વિભાગના ડાયરેકટ મનોરમા મહોન્તિએ જણાવ્યુ છે કે, રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે. અને અમુક વિસ્તારમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ થશે.

    MORE
    GALLERIES