બનાસકાંઠા: ઉનાળા (Summer)માં સામાન્ય રીતે જંગલ વિસ્તારોમાં દવ એટલે કે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, અહીં લગ્ન સમારંભમાં આગ લાગવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. બનાસકાંઠા જિલ્લામાં લગ્ન સમારંભ દરમિયાન આગનો બનાવ (fire incident during marriage function) બન્યો છે. જે બાદમાં હાજર લોકોએ દોડાદોડી કરી મૂકી હતી. જોકે, આ કેસમાં કોઈ જાનહાની થઈ ન હતી. તંત્રને જાણ કરતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગ કેવી રીતે લાગી હતી તે જાણી શકાયું નથી. આગના બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા જ ડીસા-ભીલડી હાઇવે પર એત લગ્ન સમારંભમાં અચાનક આગ લાગી હતી. આદ બાદ લગ્ન મંડપમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળી ગયો હતો. સ્થાનિક લોકો અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધી તો લાખો રૂપિયાની કિંમતનો સામાન બળી ગયો હતો.