અમદાવાદ: બનાસકાંઠા (Banaskantha) અને ભરુચ (Bharuch)માં કારમાં આગના બનાવ બન્યા છે. બંને બનાવમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે. બંને કેસમાં કોઈ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં આગના અનેક બનાવ બન્યા છે. બે દિવસ પહેલા જ અરવલ્લી જિલ્લામાં ત્રણ ટ્રક વચ્ચે ટક્કર બાદ ભયંકર આગ લાગી હતી. આ આગમાં બે લોકો ભડથું થઈ ગયા હતા. એક દિવસ પહેલા બારડોલીના જોળવા જીઆઈડીસી (Jolva GIDC) ખાતે એક ગોડાઉનમાં આગ લાગી હતી.