Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસાનવા ગામના ખેડૂતેપારંપરિકખેતી છોડી શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. અગાઉ દર વર્ષ તેઓ કપાસ મગફળી જેવી ખેતી કરતા હતા જેના કારણે ઓછો નફો મળતો હતો.જે બાદ આ ખેડૂતે ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ તેમના માર્ગદર્શન હેઠળ શાકભાજીની ખેતીની શરૂઆત કરી એક સિઝનમાં તેઓ દોઢ લાખ જેટલી એક વીઘામાંથી સારી આવક મેળવી રહ્યા છે.તેઓએ આ સીઝનમાં ભીંડાની ખેતી કરી1 લાખ 20 હાજર જેટલી આવક મેળવાની આશા વ્યક્ત કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે જેમાં ડીસા તાલુકાના નવા ગામના ખેડૂત તેજાભાઈ પ્રજાપતિ પરંપરાગત ખેતી છોડી શાકભાજીની ખેતીની શરૂઆત કરી છે.શરૂઆતમાં કપાસ મગફળી જેવી ખેતી કરતા હતા જેમને આ ખેતીમાંથી સારો નફો ન મળતા અને નુકશાન થતું હતું જેબાદ તેઓ ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની મુલાકાત લઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશભાઈ પવારના માર્ગદર્શન હેઠળ તેઓ શાકભાજીની ખેતીની શરૂઆત કરી હતી ગયા વર્ષે તેજાભાઈ પ્રજાપતિએ એક વીઘા ની અંદર ભીંડાનું વાવેતર કર્યું હતું
જેમાં તેમણે વીસથી પચ્ચીસ હજારનો ખર્ચ થયો હતો અને દોઢ લાખ જેટલી આવક મેળવી હતી જે બાદ તેમને કોબીજનું પણ વાવેતર કર્યું હતું કોબીજ ના વાવેતર માં તેમને એક વીઘા ની અંદર થી સાત ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું અને 1 લાખ 55 હાજર જેટલી આવક મેળવી હતી જેમાં તેમને આ સીઝનમાં ફરી ભીંડાનું વાવેતર કર્યું છે જેમાં તેમને 1 લાખ 20 હજાર જેટલી આવક થશે તેવું માનવું છે તેજાભાઈ પ્રજાપતિએ ચીલાચાલુ ખેતી છોડી એક વીઘામાંથી જ તેઓ એક સીઝનમાં એકથી દોઢ લાખ વચ્ચે શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
જોકે આઅંગે ખેડૂત તેજાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે પહેલા કપાસ મગફળી જેવી ખેતી કરતા હતા એટલે વધુ નફો અમને નમળતો પછી અમનેકૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.યોગેશ પવારનું અમને માર્ગદર્શન મળ્યું અને અમે શાકભાજી ની ખેતી ચાલુ કરી ગયા વર્ષે અમે શાકભાજીની ખેતી ચાલુ કરી ત્યારે કોબીજ, ભીંડા અને ફુલાવરની વાવણી કરી હતી ત્યારબાદ શિયાળામાં ઘાસચારો અને ઘઉં કર્યા જેમાંથી અમને 4.50 લાખની ઈન્ક્મ મળી હતી
એની અંદર 1.50 લાખનો ખર્ચો થયો હતો. અમને સારો નફો મળ્યો હતો આ વખતે ભીંડા વાવેલા છે હવે ધરુવાડિયું કોબીજ અને ફૂલાવર વાવવાનું છે એટલે શાકભાજી ની ખેતીમાં સારી ઈન્ક્મ મળે છે. હાલ એક વીઘામાં ભીંડાનું વાવેતર કરેલું છે ગયા વર્ષે 1.50 જેવા ભીંડા થયા હતા હાલ ભીંડા ના વાવેતર માં 20 હાજર નો ખર્ચ થયો છે ભીંડાના વાવેતર માંથી 1.20 લાખની કમાણી થશે
જેનાથી ગયા વર્ષમાં જોઈએ તો કોબીજ માંથી સાત ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું એમાંથી 1 લાખ 55 હાજર જેટલી આવક એક વીઘામાંથી એક સીઝન માં એમને મળી ત્યાર બાદ ઉનાળાની અંદર એમને ભીંડાની ખેતી કરી એની અંદર પણ 1 લાખ 40 હાજર જેટલી આવક મળી એટલે શાકભાજી ની અંદર ધીમેધીમે શરૂઆત કરી આખા વર્ષની જેટલી આવક મળતી હતી ફક્ત શાકભાજીના પાકો માંથી મળવાની શરૂઆત થઇ છે.