Nilesh rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાનોડીસા શહેરી વિસ્તાર સ્વચ્છ સુંદર અને રળિયામણું રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા ઘેર ઘેર કચરો ઉઠાવવામાં આવે છે અને આ તમામ કચરો ડીસા નગરપાલિકાના વાહનો દ્વારા ડીસા પાટણ હાઈવે પર આવેલા જુનાડીસા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ડમ્પિંગ સાઈટમાં નાખવામાં આવે છે પરંતુ આ ડમ્પિંગ સાઇટના કારણે અવારનવાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડમ્પિગ સાઈટ વિસ્તારમાં રહેતા અનેક લોકોને શ્વાસ લેવાની તકલીફ,ચામડીના રોગો જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કચરામાં આગ લાગવાના કારણે ધુમાડો એટલો ગાઢ હોય છે કે ત્યાથી પસાર થઈ રહેલા રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવો પડે છે અનેક વખત રજૂઆત કરવા છતા પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામા આવ્યા નથી તવું સ્થાનિકોનું કહેવું છે.
આ અંગે ડીસા ચીફ ઓફિસર ને પૂછતા તેમને જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઈડ બાબતે તેનો કેસ નેશનલ ડ્રીમ ટ્રુબિનલમાં ચાલી રહ્યો છે સાથે તેઓ એ જણાવ્યું કે આ ડમ્પિંગ સાઈટજિલ્લા કલેકટર દ્વારા અગાઉ ફાળવવામાં આવી હતી ત્યારે ત્યા વસવાટ કરતા સ્થાનિકોને અન્ય સ્થળેઘર પણ ફાળવવામાં આવ્યા હતા તે અંગે પણ હાલ કેસ ચાલી રહ્યો છે.
ડમ્પિંગ સાઈટને લઈ સ્થાનિકો દ્વારા કચરાની સાઈટ અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી કોર્ટમાં માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી કોર્ટે આ ડમ્પિંગ સાઈટમાં રહેલા કચરાનું નિકાલ કરવા પાલિકાને જણાવ્યું હતું.જે બાદ પાલિકા દ્વારા કોર્ટના આદેશનું પાલન કરવા પાલિકા પાસે કચરાનો નિકાલ કરવાગ્રાન્ટની માંગ કરવામાં આવી હતી.
જેને ધ્યાનમાં લઈ સરકારે નગરપાલિકાને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.પરંતું હજૂ સુધી ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવેલો કચરો જેમને તેમ છે.ત્યારે હવે આ કચરાનું નિકાલ ક્યારે થશે તે તો આવનારો સમય જ બતાવશે કે પછી પાલિકાની બેદરકારીના કારણે આસપાસ રહેતા લોકો બીમારીઓનો સિકાર થતા રહેશે અને પોતાનું જીવ ગુમવાતા રહેશે.