પાટણના કલ્યાણપુરા નજીક થયો અકસ્માત, ક્રેટાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક સાથે ત્રણ કુલદિપકો ઓલવાઇ ગયા રાધનપુર : સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે દિવાળીના તહેવારની હર્ષોલ્લાસથી ઊજવણી કરી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરમાં માતમ છવાયો છે. રાધનપુરના (Radhanpur accident) કલ્યાણપુરા નજીક આવેલા એક ખેતરમાં હાઇવે પરથી પસાર થઈ રહેલી બેકાબૂ ક્રેટા (creta Accident RadhanPur) કાર ધસી આવી હતી. સવારે 7.00 વાગ્યાના સુમારે થયેલા અકસ્માતમાં વાડીમાં કામ કરી રહી રહેલા 3 ખેડૂતોનાં મોત થયા હતા જ્યારે બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.