આજે શરદ પુનમના દિવસે અંબાજી મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું છે. ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. શરદપૂર્ણિમાંના દિવસે જગત જનની મા અંબાની મંગળા આરતી સવારે 6 કલાકે કરાઈ હતી. આરતી ટાણે માં અંબાના માઈ ભક્તો ભાવવિભોર બન્યાં હતા. ત્યાં જ માં અંબાના દિવ્ય દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે દર્શનાર્થીઓની વહેલી સવારથી મોટી કતારો લાગી હતી.