Home » photogallery » banaskantha » Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

Banaskantha Crime: બનાસકાંઠામાં યુવકની હત્યા તેની જ પત્ની અને પ્રેમીએ કરી હતી. પ્રેમમાં અંધ પત્ની અને તેના પ્રેમીએ યુવકને પ્લાસ્ટીક અને કપડાં લપેટીને યુવકને જીવતો સળગાવી દીધો

विज्ञापन

  • 15

    Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

    કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના (Banaskantha Crime) લાખણીના નાંદલા ગામમાં બે દિવસ પહેલા સળગેલી હાલતમાં મળેલા યુવકના મૃતદેહના કેસનો ભેદ ઉકેલાયો છે. યુવકની હત્યા તેની જ પત્ની અને પ્રેમીએ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે, પ્રેમમાં અંધ પત્ની અને તેના પ્રેમીએ યુવકને પ્લાસ્ટીક અને કપડાં લપેટીને યુવકને જીવતો સળગાવી દીધો હતો. હાલમાં પોલીસે હત્યારી પત્ની અને તેના પતિને દબોચી લીધા છે.

    MORE
    GALLERIES

  • 25

    Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

    નાંદલા ગામમાં બે દિવસ પહેલા સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક પ્રેમા પટેલે રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો પણ છે. પરંતુ મૃતકની પત્નીની થરાદના દેવા પટેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. અને પતિને છોડી પ્રેમી સાથે મૈત્રી કરારથી રહેતી હતી. મૃતક પ્રેમા પટેલ પત્નીને ફોન પર સમજાવવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ મૃતકની પત્નીએ પ્રેમી સાથે મળીને 31 જાન્યુઆરીએ જ ઘરમાં પતિના એકલતાનો લાભ લઈ તેને બેભાન કરી જીવતો સળગાવી દીધો હતો.

    MORE
    GALLERIES

  • 35

    Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

    બનાસકાંઠાના લાખણીના નાંદલા ગામે બે દિવસ અગાઉ સળગેલી હાલતમાં મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. મૃતક યુવકની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી બંનેના પ્રેમ સંબંધમાં કાંટો બનતા પતિનું કાશળ કાઢ્યું હોવાનું સામે આવતા જ હડકંપ મચ્યો છે. પોલીસે હત્યારી પત્ની સહિત તેના પ્રેમીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 45

    Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

    બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાંદલા ગામે બે દિવસ અગાઉ સળગેલી ગયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી હતી. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ આગથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ માટે અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન પ્રાથમિક તપાસમાં જ મૃતક યુવકને બેભાન કરી સળગાવી દીધો હોવાનો ઘટસ્ફોટ થતા જ પોલીસે સમગ્ર મામલાને લઈ હ્યુમન ઇન્ટર્લિંજસ ને આધારે જીણવટભરી તપાસ કરતા મૃતક પ્રેમા પટેલે રાજસ્થાનની પૂનમ વજીર નામની યુવતી સાથે 2011ની સાલમાં પ્રેમલગ્ન કર્યા હતા. સાંસારિક જીવનમાં તેમને બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ ત્યાર બાદ પૂનમ વજીરને થરાદના દેવા પટેલ સાથે આંખ મળી જતા બંને પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા અને પૂનમ તેના પતિને છોડી પ્રેમી સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગી હતી. પત્ની તેના પ્રેમી સાથે રહેવા ચાલી ગઈ હોવા છતાં પ્રેમા પટેલે બે બાળકોની માતાને પાછી મેળવવા માટે અવારનવાર પ્રયાસો કરતો હતો. જેથી બંને વચ્ચે ટેલિફોનિક બબાલ પણ થતી હતી. વારંવાર પ્રેમમાં આડખીલી રૂપ બનતા પતિનો કાંટો કાઢી નાખવા માટે પૂનમે તેના પ્રેમી સાથે મળી કારસો રચ્યો હતો અને 31 જાન્યુઆરીએ નાંદલા ગામે તેનો પતિ ઘરમાં એકલો હતો તે સમયે તેને બેભાન કરી તેના પર ગોદડા, પ્લાસ્ટિક સહિતની ચીજ વસ્તુઓ નાખી તેને જીવતો સળગાવી દઈ તેની પત્ની અને પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 55

    Banaskantha Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પ્લાસ્ટીક-કપડામાં લપેટીને સળગાવી દીધો

    આ અંગે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ અને તેના પ્રેમીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી લીધા છે. પત્નીએ પોતાના પ્રેમીને પામવા પતિનું જ કાસળ કાઢતા અત્યારે તો પત્નીની આવી હરકતો સામે વિસ્તારના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

    MORE
    GALLERIES