બનાસકાંઠાઃ બનાસકાંઠામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અવારનવાર સંબંધોની લજાવતી ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના થરાદના બુઢનપુર ગામે બની છે. જ્યાં કાકા જ ભત્રીજીને ભગાડી ગયા છે. લગ્નની લાલચ આપી ભત્રીજીને ભગાડી ગયાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. જ્યારે આ સમગ્ર મામલે યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
કાકા જ ભત્રીજીને ભગાડી ગયા હોવાનો કિસ્સો સામે આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી પ્રમાણે, લગ્નની લાલચે કાકા જ ભત્રીજીને ભગાડી ગયા છે. લગ્નની લાલચ આપી ભત્રીજીને ભગાડી ગયાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ યુવતીના આગામી 22 ફેબ્રુઆરીએ લગ્ન હતા. યુવતીના લગ્ન પહેલા જ કાકા તેને ભગાડી જતાં ભારે ચકચાર મચી છે. આ મામલે આખરે યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે.