તો આ વખતે બટાકાના ભાવમાં વધારો થવો જ જોઈએ આમ તો પહેલા વેપારીઓ સામેથી ખેડુતો પાસેથી બટાકા ખરીદતા હતા. આ વખતે તો ખેડુતો પાસે કોઈ બટાકા લેવા પહોચ્યા નથી અને જેને લઈને ખેડુતો અનામત રીતે વેપારીઓની બોલી પ્રમાણે પાક વેચી રહ્યા છે અને આમાં પણ કોઈ ભાવનુ કાંઈ નક્કી જ નથી. એટલે આ વખતે ગત સાલની સરખામણીએ પણ ભાવ મળે તેમ નથી તેવુ હાલ તો ખેડુતો માની રહ્યા છે.