બનાસકાંઠા થી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતા જ પાલનપુર સુધી ધરા ધ્રુજી ઊઠી હતી આમ તો બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી રાત્રિનાં સમયે લોકો ભૂકંપનાં આંચકાનો અનુભવ કરી રહ્યા છે, બે દિવસ અગાઉ પણ પાલનપુરથી ઉત્તર પશ્ચિમ તરફ 136 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો ત્યારબાદ ગત રાત્રિએ પણ પાલનપુર થી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી